15 અગસ્ટ ના રોજ અમીરગઢ ના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ…….

Banaskantha

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા

વિધાનસભા -૨૦૨૨ ચૂંટણી ને લઈને બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના વિશ્વેશ્વર મહાદેવ ખાતે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ.જેમાં મુખ્ય મહેમાન આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાત ઝોન સંગઠન મંત્રી – રમેશભાઈ નાભાની ,બનાસકાંઠા જિલ્લા ના પ્રમુખ:–ડોકટર રમેશભાઈ પટેલ ,પાલનપુર તાલુકાના પ્રમુખ તથા ડીસા તાલુકાના પ્રમુખ સહિત આમ આદમી પાર્ટીના મહેમાનો નું ફૂલ હાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મુખ્ય મહેમાન દ્વારા આમ આદમી પાર્ટીના અમીરગઢ તાલુકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું..તેમજ અમીરગઢ તાલુકામાં આમ આદમી પાર્ટી ની સમિતિઓ ની રચના કરી સ્વાગત સાથે નિમણુંક આપવામાં આવી હતી.જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *