બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા
75 માં સ્વતંત્રતા દિવસ ની જિલ્લા કક્ષાની ઉજવણી રાજપીપલા ના અંબુભાઈ પુરાણી સ્કુલના સ્પોર્ટ્સ સંકુલ માં કરવામાં આવ્યો હતો જેમાં કલેક્ટર ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમ માં 108 એમ્બ્યુલન્સ ના કર્મીઓ જેમને ઉમદા કામગીરી કરી છે .તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમાં ઈ. એમ. ટી અમ્રત ભાઈ ઠાકોર અને પાયલોટ ગણપતસિંહ ગોહિલ તેમજ MHU માંથી ડો વર્ષા વસાવા તેમજ પેરામેડીક અરુણા બેન તડવી,10 ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (MVD) ના ડ્રાઈવર રવિકુમાર વાળંદ નો સમાવેશ થાય છે. તેમની ઉમદા કામગીરી બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. 108 ની ટીમનો ઉત્સાહ વધારવા માટે જે સન્માન કલેક્ટર દ્વારા કરાયું હતું ,તેનું 108 ની ટીમ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. તેમજ હંમેશાની જેમ પુરી નિષ્ઠા અને પ્રામાણિકતા થી પોતાની ફરજ નિભાવા સંકલ્પ લીધા હતા.