અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

Amreli

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

આજ રોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું.

75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચઅનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવિણભાઈ બાભણીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો , પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ રાઠોડ, માધ્યમિક શાળાના આચાર્ય હીનાબેન ચૌહાણ, વિરાભાઇ સાંખટ, તાલુકા પંચાયતના સભ્ય કરશનભાઈ પરમાર, હરેશભાઈ મકવાણા,દીપુ ભાઈ, વગેરે ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા….

સ્વતંત્રતા દિવસ નિમિત્તે બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા કોરોના વાયરસ જેવી મહાબીમારીમાં રાષ્ટ્રહિત માટે, જનમાનસના હીત માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર સેવા અને અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેવા મહાનુભાવોને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં phc કેન્દ્ર બાબરકોટના તમામ ડોક્ટર સ્ટાફ,આંગણવાડી વર્કર બહેનો, આંગણવાડી આશા તેડાગાર બહેનો , ગામના પોલીસ કોસ્ટબલ , SRP જવાનો ,SRD જવાનો, તાલુકા ના 108 એમ્બ્યુલસ ડ્રાઈવર, ડોક્ટર, ટાઉતે વાવાઝોડા માં વિના સ્વાર્થ સેવા આપનાર ગામના સેવાભાવી યુવાનો, શાળાના તેજસ્વી બાળકો, તથા દેશના ભવિષ્યને મજબૂત બનાવવામાં જેમનું મુખ્ય યોગદાન રહેલું છે , તદુપરાંત ટાઉતે વાવાઝોડા દરમ્યાન સરકાર દ્વારા સોંપવામાં આવેલી સર્વેની ઉમદા કાર્ય કરવામાં સહાયક અધિકારીઓ, તેમજ કોરોના મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણ કાર્ય સાથે એકમ કસોટી, અને બાળકો સાથે રૂબરૂ ,ટેલિફોનિક માર્ગદર્શન આપી દેશના પાયાને મજબૂત કરનાર પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા ના તમામ શિક્ષકો પત્રકાર ભૂપત સાંખટ,મહેશ બારીયા વગેરે મહાનુભાવોને બાબરકોટ ગ્રામ પંચાયત દ્વારા સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા….

તેમજ 75 માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઉપસ્થિત ગામના તમામ વિધાર્થી મિત્રો, ગામના યુવા મિત્રો તેમજ વડીલોને બોલપેન આપી ગામના યુવા શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ દ્વારા સારા કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.. સરપંચશ્રી દ્વારા ગામના તમામ નાગરિકોને 75 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *