પંચમહાલમાં સ્વાતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી…
પંચમહાલ જિલ્લામાં સ્વાતંત્ર પર્વને લઇને અનેરો આનંદ અને ઉત્સાહ જિલ્લાવાસીઓમાં જોવા મળી રહ્યો હતો. જ્યારે શહેરા તાલુકા સેવાસદન ખાતે મામલતદાર મેહુલ ભરવાડ એ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી.સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ભાજપ પ્રમુખ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ઉપસ્થિત મહાનુભાવો સહિત મામલતદાર મેહુલ ભરવાડ એ વૃક્ષારોપણ કર્યું હતું.સ્વાતંત્ર પર્વની શાળાઓ, કોલેજો, સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ મા આન બાન શાન થી  ઉજવણી કરવામાં આવી હતી.તાલુકામા આવેલ વિવિધ સંસ્થાઓ અને  સરકારી કચેરીઓ રોશનીથી ઝગમગી ઉઠી હતી. ધામધૂમથી પ્રજાસતાક પર્વ ની ઠેર ઠેર ઊજવણી કરાઇ હતી.

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *