રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
વૈશ્વિક મહામારી કોરોના ની પ્રથમ લહેર બાદ ઉદૃભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી. ત્યારે પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા કેટલાક પોલીસ કર્મીઓએ પણ કોરોના ની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. જેથી સંભવિત ત્રીજી લહેર ઉદૃભવે તો કેવી રીતે લડત આપી જાનહાનિ ટાળી શકાય એ માટે
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે જાનહાનિ ટાળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે પંચમહાલ , દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસ મથકે ફરજ બજાવતા એક – એક પોલીસકર્મીઓની પસંદગી કરીને ટીમ બનાવવામાં આવી હતી . જેનાં માટે ખાસ તબીબી તાલીમનું ગોધરામાં આવેલા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત આમંત્રિત તબીબ દ્વારા મહત્વની જાણકારી પૂરી પાડવામાં આવી હતી . મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સિવિલ હોસ્પિટલના તબીબ ઇકરામ જમનુંની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આજરોજ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું .