રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
કોરોના હોટસ્પોટ એવા અમદાવાદથી વધુ પાંચ લોકો મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં તેઓ મંજૂરી વિના ઘુસી આવ્યા હોય જેથી હળવદ આવેલ પાંચ લોકો સામે પોલીસે ગુન્હો નોંધી તાપસ હાથ ધરી છે.
હળવદ પી.આઈ એસ જી ખાંભલાએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત કાળું ગઢવી, ભારતી એન ભરતભાઈ ગઢવી અને હેતલ ભરતભાઈ ગઢવી સહીત ત્રણેય અમદાવાદ જશોદાનગર વાળા કોરોના લોકડાઉનમાં અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અમદાવાદથી હળવદના પાંડાતીરથ ગામે આવી જાહેરનામાંનો ભંગ કરી તેમજ કોરોના વાયરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જયારે અન્ય ફરિયાદમાં પીએસઆઈ પી જી પનારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી કિરીટ વીરજી કણઝારીયા અને નીલમબેન કિરીટભાઈ કણઝારીયા બંને અમદાવાદ વસ્ત્રાલ વાળા કોરોના મહામારી વચ્ચે મંજુરી વિના હળવદ વાડી વિસ્તારમાં આવી જાહેરનામાં ભંગ કરી તેમજ કોરોના વાયરસ સંક્રમણ ફેલાય તેવું બેદરકારી ભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે તમામ પાંચ આરોપી સામે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.