રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જીલ્લા ના માંગરોળ મા પણ બહારકોટ વિસ્તારમા લગભગ ૧૦૦ વર્ષ પુરાણુ નાગ્યા વિજ્યાબાપા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે લોકો દર્શને ઉમટી પડ્યા હતા.ભક્તો દ્વારા આજના દિવસે નાગદેવતા ને દુધ ચડાવી વિશેષ પૂજાઅર્ચના કરી નાગ પાંચમ ની ઉજવણી કરી નાગદેવતા ને રીજાવ્યા હતા.
તેમજ આજના પવિત્ર દિવસે નાગનાથ મંદિરમા સાંજે વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામા આવ્યુ હતુ. તેમા પણ બહોળી સંખ્યામા શ્રદ્ધાળુઓ હાજર રહી આરતી તેમજ દર્શનનો લાભ લીધો હતો