પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા
શહેરા નગરમાં આવેલી વિવિધ બેંકના ATM માં રોકડ નાણા ન હોવાના કારણે ATM ધારકોને ભારે હાલાંકી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રાહકો ATM માં નાણા ઉપાડવા જાય છે ત્યારે ATM માં નાણા ન હોવાની સાથે સાથે ATMની બહાર કેશ નથી અને ATM બંધ હોવાના બોર્ડ લાગેલા હોવાના કારણે છતે પૈસે ATM ધારકોને નાણા મળતા ન હોવાની બુમો ઉઠવા પામી છે. શહેરા નગરના મુખ્ય હાઈવે પર જૂની MGVCL કચેરી પાસે આવેલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ATMમાં કેશ નથી અને બેન્ક ઓફ બરોડાનું ATM બંધ છે. તેવા બોર્ડ લાગેલા નજરે પડ્યા હતા. અને બીજી તરફ હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી ATMમાં નાણા ઉપાડી લેવાની આશા રાખી ઘરેથી ATM કાર્ડ લઈને આવેલા ખેડુતોને પૈસાની જરૂર હોય છે. ત્યારે ATM પર લાગેલા બોર્ડ જોઈને પરત ફરવાનો વારો આવ્યો હતો.