અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાઈપલાઈન તુટી જતાં રોડ પર હજારો લીટર પાણી વેડફાયું,

Ahmedabad

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન રોડ પર પાણી ભરાઈ જતા હોય છે. પરંતુ હવે શહેરમાં પાણીની પાઇપલાઇનો તૂટવાના બનાવો વધી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આવતાં હાથીજણ રોડ પર પાણીની પાઇપલાઇન તુટી જતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. સૈજપુર બોધા વોર્ડમાં પણ છેલ્લા બે દિવસથી પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે.
જેથી રોડ પર પાણી ભરાઇ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવેલા હાથીજણ રોડ પર લાલગેબી આશ્રમ જવાના રસ્તા પાસે જ પાણીની પાઇપલાઇન તૂટી જતાં પાણી રોડ પર વહેવા લાગ્યું છે. રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને હાલાકી પડી છે. કોર્પોરેશન તંત્રએ માત્ર બોર્ડ અને પટ્ટી મારી દીધી છે. પરંતુ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી નથી. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *