રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલાઓ દ્વારા બનાવેલી મીઠાઈ અને ફરસાણના વેંચાણ સ્ટોલનો પ્રારંભ થયો. આધાર મહિલા મંડળ દ્વારા મહિલાઓને પગભર કરવા અપનાવ્યો નવતર અભિગમથી સ્વાદરસીયાઓમાં ખુશી વ્યાપી.
કેશોદ શહેરમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા મધ્યમ વર્ગના પરિવારોને આજીવિકા મળે એવાં શુભ હેતુથી આધાર મહિલા મંડળ ની રચના કરી સશક્ત નારી શક્તિ નો આધાર સુત્રને સાર્થક કરવા પવિત્ર શ્રાવણ માસમાં આવનારાં તહેવારોમાં શુધ્ધ, સાત્વિક અને સ્વાદિષ્ટ ફરસાણ અને મીઠાઈ મહિલાઓ પાસેથી તૈયાર કરાવી મહિલાઓ દ્વારા જ સ્ટોલ પર વ્યાજબી ભાવે વેંચાણ શરૂ કરવામાં આવશે . આજરોજ મંજુલાબેન કાનાબારનાં વરદહસ્તે રીબીન કાપી દિપ પ્રાગટય કરી જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું છે. કેશોદ શહેરનાં અગ્રણીઓ એડવોકેટ અને નોટરી ડી ડી દેવાણી, પુરૂષોત્તમ લાલજી ગૌશાળા પ્રમુખ ભીખાલાલ ગોટેચા અને પારૂલભાઈ કારીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદ આધાર મહિલા મંડળ સાથે જોડાયેલી તમામ મહિલાઓ વચ્ચે સમાનતાનું ધોરણ અપનાવીને જે કાંઈ પણ નફો થશે એ ખર્ચ બાદ કરીને તમામ મહિલા સદસ્યોને સરખા ભાગે વહેંચી આપવામાં આવશે. કેશોદ શહેરનાં સ્વાદરસીઓમાં મહિલાઓ દ્વારા ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી વ્યાજબી ભાવે વેંચાણ શરૂ કરવામાં આવતાં ખુશી વ્યાપી ગઈ છે. અને ઉત્સાહભેર ખરીદી કરવા લાગ્યાં છે. કેશોદ આધાર મહિલા મંડળનાં રાખીબેન કારીયા,કિર્તિબેન દેવાણી, રિધ્ધિબેન સોઢા અને કે ટી દેવાણી એ ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે.