રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરેજ ગામના ખેડૂતો તેમજ ગ્રામજનો પીજીવીસીએલ કચેરી દોડી આવ્યા હતા.
ગોરેજ ગામના વીજ જોડાણો સાથે અન્ય ગામના જોડાણો જોડી દેવાથી ગોરેજ ગામના લોકોએ હેરાન થવું પડે છે. તેમજ આને લીધે ગોરેજના ખેડૂતોની હજારો રૂપિયાના મોટરો અને ટીવી ફ્રીજ સહિતની વસ્તુઓ બળી જવાની ઘટના પણ બની છે.
ગામમાં ટીસીઓ બંધ થઈ જાય છે. બળી જાય છે. છતાં કોઈ રીપેર કરવા આવતું નથી. તેમજ બદલવાની પણ ઘણી બધી વાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.
વીજ કચેરી ખાતે કોલ કરવામાં આવે તો કોઇ કોલ ઉઠાવે નહીં.
તેમજ વીજળી વારંવાર જવાની ઘટના ને લઈ ખેડૂતોના મગફળીના પાક વરસાદ ન થતા સુકાઈ જવાનો ભય સતાવી રહ્યો છે.
જેને લઈ સરપંચ સહિત ગ્રામજનો વિજકચેરી ખાતે દોડી આવ્યા હતા. અને મૌખિક રજુવાત કરી હતી.