રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદની બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોવાથી પોલીસ અને હળવદ મામલતદાર સહિતની ટીમે અનેક વખત દરોડા પાડીને મુદ્દામાલ કબજે કરી ગુન્હા દાખલ કરેલ છે. છતાંપણ ખનીજ ચોરી ચાલુ હોવાથી મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડીને ૮ આરોપી સાથે ૫૮ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા એલ.સી.બી. , પી.આઈ. , વી.બી.જાડેજાને સુચના મળતા એલ.સી.બી. ટીમના યોગેશદાન ગઢવીને બાતમી મામેલ કે હળવદ તાલુકાના મયુરનગર ગામની બ્રાહ્મણી નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હિટાચી, લોડર, હોડીમાં એન્જીન ફીટ કરી નદીમાંથી રેતીનું ખનન કરી ટ્રક, ડમ્પર અને ટ્રેકટર દ્વારા વહન કરી રેતી ચોરીની પ્રવુતિ કરતા હોવાની બાતમીના આધારે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડી આરોપી રણજીતભાઈ મનુભાઈ કવાડિયા, અલી સૈફુદિન અંસારી, મહેશભાઈ માલાભાઈ કોરડીયા, મુકેશભાઈ દેવદાનભાઈ ડાંગર, ભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર, મેરામભાઇ જેસાભાઈ બાલાસરા, મુન્નાભાઈ ઘનજીભાઈ ડાભી અને મુકેશભાઈ વિઠ્ઠલભાઈ શિરોયાને હિટાચી મશીન -૨, ટ્રેક્ટર ટ્રોલી સહિતના -૩, ટ્રેકટર લોડર-૧, ટ્રક ડમ્પર-૧, હોડી એન્જીન સહીત-૧ અને સાદી રેતી આશરે ૧૫ ટન એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૮,૦૭,૫૦૦ સાથે એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એલ.સી.બી.ની આ કામગીરીમાં પી.આઈ, વી.બી.જાડેજા, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, જયવંતસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા, નીરવભાઈ મકવાણા, ભરતભાઈ મિયાત્રા, આશીફભાઈ ચાણકય, દશરથસિંહ પરમાર અને બ્રિજેશભાઈ કાસુન્દ્રાએ કરેલ છે.
Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો