દેશમાં કોરોનની ત્રીજી લહેરની શરૂઆત : બેંગલુરુમાં એક જ સપ્તાહમાં શાળાનાં 300થી વધુ બાળકો પોઝિટિવ.

Corona

દેશમાં કોરોના વાઇરસનો કહેર હજુ સમાપ્ત થયો નથી. કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. ત્યાં ત્રીજી લહેર પણ દસ્તક દેવા લાગી છે. દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રતિબંધો ચાલુ છે,તો કેટલાંક સ્થળોએ નવા કેસોનું પ્રમાણ વધતું જાય છે.બેંગલુરુમાં શાળાનાં બાળકો પર કોરોનાનો કહેર

સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે શાળાઓ ખોલવાને કારણે બાળકો પર ખતરો મંડરાઈ રહ્યો છે. કર્ણાટક અને બેંગલુરુમાં કંઈક આવું જ જોવા મળ્યું છે. કોરોના વાઇરસના કેસ ઘટ્યા બાદ ઘણી જગ્યાએ શાળાઓ અને કોલેજો ખોલવામાં આવી છે. આવું જ કર્ણાટકના બેંગલુરુમાં પણ થયું. હાલમાં જાહેર થયેલા આંકડામાંથી જે ચિત્ર સામે આવ્યું છે. એ ભયાનક છે. અહીં લગભગ 6 દિવસમાં 300થી વધુ બાળકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવી ગયાં છે.

બેંગલુરુ જેવા મોટા શહેરનો આ આંકડો રાજ્યમાં સૌથી ઝડપથી વધી રહ્યો છે. બેંગલુરુ વહીવટીતંત્ર દ્વારા આંકડા આપવામાં આવ્યા છે, એમાં 0 થી 9 વર્ષના લગભગ 127 અને 10થી 19 વર્ષના 174 બાળકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ આંકડો 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીનો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *