રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
કોરોનાના કારણે જે બાળકો ના માતા/ પિતા પૈકી કોઈ એક નુ અવસાન થયુ હોય તેવા બાળકો ને સહાય ના ફોર્મ ભરાયા..
જુનાગઢ જિલ્લા ના માંગરોળ મા સર્કિટ હાઉસ ખાતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત ચેરમેન ગીતાબેન માલમ સહીત સભ્યો તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા સરકાર ના માર્ગદર્શન હેઠળ માંગરોળ શહેર તેમજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારના એક વાલી ધરાવતા બાળકો એટલે કે (કોવિડ-19) કોરોના ના કારણે જે બાળકો ના માતા/પિતા માંથી એક નુ અવસાન થયુ હોય તેવા જીરો થી ૧૮ વર્ષ સુધી ના બાળકો માટે સહાય ના ફોર્મ ભરવા તેમજ તે બાબતે માર્ગદર્શન માટે કમીટી હાજર રહી હતી. જેમા ૫૦ થી ઉપર જેટલા ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
આમતો આ યોજના નો લાભ લેવા માટે જુનાગઢ જવુ પડતુ હોય છે. તેથી કમીટી દ્વારા બાળકો ના હીત ને ધ્યાને લઈ વધુ હેરાન ના થવુ પડે તેથી આ આયોજન માંગરોળમા કરવામા આવ્યુ હતુ. અને આવનારા દિવસોમા દરેક તાલુકા મથકમા આવી સુવિધા ગોઠવવામા આવશે તેવુ જણાવ્યું હતું.
આ પ્રસંગે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા સહીત C.W.C કમીટી ના જયરાજસિંહ બોરીચા, રમેશભાઈ કુકડીયા, કનકબેન વ્યાસ, જીતેન્દ્રભાઈ પનારા સહીત ના સદસ્યો હાજર રહ્યા હતા.