દેશભરની હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની જગ્યાઓ ભરવાના મામલે કેન્દ્ર સરકાર ન્યાયાધીશોની નિમણૂકો ન કરીને લોકશાહીના ત્રીજા સ્તંભને ઠપ કરી રહી છે. જો સરકાર આવીજ પ્રક્રિયા ચાલી રાખશે તો એક દિવસ સરકારનું વહીવટીતંત્ર પણ ઠપ થઇ જશે.
સરકારી ઓથોરિટીએ સમજવું જોઇએ કે આ રીતે કામ ન ચાલે. જો તમે ન્યાયતંત્રને ઠપ કરવા માગતા હો તો તમારી સિસ્ટમ પણ ઠપ થઇ જશે. સરકારે તેની મર્યાદા પાર કરી નાંખી છે. તમે લોકશાહીના ત્રીજા સ્થંભને ઠપ થવા ન દઇ શકો.
કેન્દ્ર સરકાર વતી પેરવી કરનાર એડિશનલ સોલિસીટર જનરલ માધવી દિવાનને બેન્ચે જણાવ્યું હતું કે ન્યાયાધીશોની મોટી તંગી છે પણ તમને કશો રસ નથી. જો ન્યાયતંત્ર ઠપ થઇ જશે તો તમારી વહીવટ યંત્રણા પણ ઠપ થઇ જશે. સરકારે હવે આ બાબતે વાસ્તવભા કેળવવાનો સમય પાકી ગયો છે. પહેલી ઓગસ્ટે દેશભરની 25 હાઇકોર્ટોમાં 1098 ન્યાયાધીશોની મંજૂર થયેલી જગ્યાઓ સામે 455 જગ્યાઓ ખાલી રખાઇ છે.
કુલ મંજૂર થયેલી જગ્યાઓ સામે 41 ટકા જગ્યાઓ ખાલી પડેલી છે. જેને કારણે દિલ્હી, અલાહાબાદ, કલકત્તા, ગુજરાત, મધ્યપ્રદેશ, પટણા, પંજાબ અને હરિયાણા, રાજસ્થાન અને તેલગંણામાં હાઇકોર્ટોમાં ન્યાયાધીશોની તંગી અનુભવાઇ રહી છે. હાલ આ હાઇકોર્ટો એક તૃતિયાંશ ન્યાયાધીશોથી કામ ચલાવી રહી છે.
દિલ્હીની હાઇકોર્ટે એન્ટી ડમ્પિંગ ડયુટિને લગતા એક કેસમાં આપેલા આદેશ સામેં કેદ્ર સરકારે કરેલી અપીલની સુનાવણી દરમ્યાન સુપ્રીમનો રોષ ફાટી નીકળ્યો હતો.અને વર્ષો સુધી હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક જ ન કરવાના સરકારના અડિયલ અભિગમ સામે વાંધો ઉઠાવતાં અદાલતે જણાવ્યું હતું કે કોલોજિયમ આખરી ભલામણો કરીને સમયબદ્ધ અદાલતી આદેશો આપવા છતાં સરકારે ન્યાયાધીશોની નિમણૂકો કરવા પ્રત્યે ધ્યાન આપ્યું નથી.
સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં નોંધ્યું હતું કે ભલામણો કરવામાં અને તેને કોલોજિયમ સુધી પહોંચાડવામાં મહિનાઓ અને વર્ષોનો સમય લાગે છે તેથી મહિનાઓ અને વર્ષો સુધી હોદ્દા પર નિમણૂક કરવા મામલે કોઇ નિર્ણય લેવામાં આવતો નથી જેના કારણે હાઇકોર્ટનું ન્યાયતંત્ર એટલી ઓછી સંખ્યામાં ન્યાયાધીશોથી ચાલે છે કે મહત્વના મામલે પણ વહેલી તકે ન્યાય કરવાનું અશક્ય બની ગયું છે.