રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
આજે આખો દિવસ વ્રત રાખનારી કુંવારી કન્યા ઓ ફુલ સૂંઘીને ફળાહાર કરી મહાદેવને ભજશે વહેલી સવારથી શિવાલયોમાં વ્રતધારી બાળાઓએ પુજા અર્ચના કરી.
પવિત્ર શ્રાવણ માસ એટલે વ્રત અને તહેવારોનો મહિનો આજરોજ શ્રાવણ માસની ત્રીજનાં દિવસે કુંવારી કન્યાઓ શિવમંદિરમાં વહેલી સવારે પહોંચી શાસ્ત્રોક્ત વિધિ કરી પુજા અર્ચના કરી ભોલેનાથને અર્પીત કરેલા સુગંધિત પુષ્પો સાથે લાવીને ફળાહાર કરતી વખતે ફુલ સૂંઘે છે. અને ભોળેનાથની આરાધના કરે છે. પૌરાણિક કથાઓ અનુસારમા પાર્વતીએ મહાદેવ સાથે લગ્ન કરવા માટે વ્રત કર્યું હતું. અને એ પરંપરા મુજબ આજે પણ કુંવારી કન્યાઓ મનોવાંછિત વર મેળવવા કુલ કાજળીનું વ્રત કરે છે. કેશોદ શહેરમાં આવેલાં જુદા-જુદા શિવાલયોમાં સવારથી કુંવારી કન્યાઓ પૂજાપો લઈને શ્રધ્ધાપૂર્વક કુલ કાજળીનાં વ્રત નિમિત્તે પૂજા આરાધના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરી હતી.