પ્રતિનિધિ,પંચમહાલ મિરર,પાર્થિવ દરજી,શહેરા
.પંચમહાલ ના શહેરા નગર પાલિકા સેનેટરી ઇન્સેપેક્ટર જીતેન્દ્ર સિંહ રાઠોડ અને તેમની ટીમ દ્ધારા નગર પાલિકા વિસ્તારમાં આવેલા ખાનગી દવાખાનાં હોસ્પિટલો માં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરના હોળી ચકલા વિસ્તાર પાસે આવેલા સાર્વજનિક ભાવસાર હોસ્પિટલ માંથી જાહેરમાં ફેંકેલા બાયૉ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો. જેને લઇને નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને આ બાબતને બહુ જ ગંભીરતાથી લઈને કાર્યવાહી હાથધરી ને રૂપિયા 10,000 નો દંડ સહિત નિયમાનુસાર ની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઇને બાયો મેડિકલ વેસ્ટ છૂપી રીતે ફેકતા ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે.