રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ, વંથલી, માંગરોળ, માણાવદર, બાંટવા અને વિસાવદર નગરપાલિકાનાં અધિકારીઓ- પદાધિકારીઓને ચેક આપવામાં આવ્યાં તેમજ કાર્યક્રમનું લાઈવ અને ઈ-લોકાર્પણ મહાનુભાવો અને નગરશ્રેષ્ઠીઓએ નિહાળ્યું હતું.
ગુજરાત રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં કાર્યકાળના પાંચ વર્ષ પુરાં થતાં ઉજવવામાં આવતાં વિવિધ કાર્યક્રમોમાં ગઈકાલે શહેરી જનસુખાકારી દિવસ જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ગુજરાતના શહેરો સ્માર્ટ, આધુનિક, પ્રદૂષણરહિત અને સુવિધાસભર બન્યા. રાજ્યના શહેરોમાં રૂ. 5001 કરોડના ખર્ચે જનસુખાકારીના 471 વિકાસ કામો. શહેરોના સર્વાંગી વિકાસ માટે રૂ. 1000 કરોડના ચેક 8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકાઓને આપવામાં આવ્યાં હતાં. કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ સહિતના પદાધિકારીઓ …અને પ્રતિનિધિઓ દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને કેશોદ નગરપાલિકા કારોબારી સમિતિનાં ચેરમેન મોહનભાઈ બુટાણી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પાંચ વર્ષનાં કાર્યકાળમાં કેશોદ વિસ્તારમાં કરવામાં આવેલા વિકાસના કામોની સ્મૃતિ કરાવી હતી. ગુજરાત રાજ્ય સરકારનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું લાઈવ અને ઈ-લોકાર્પણ મહાનુભાવો અને નગરશ્રેષ્ઠીઓએ નિહાળ્યું હતું. જુનાગઢ જિલ્લાની નગરપાલિકાઓનો શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી કેશોદ શહેરમાં યોજવામાં આવતાં સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કેશોદ નગરપાલિકાનાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી