છોટાઉદેપુર જિલ્લામાં આજથી શ્રાવણ માસ નો પ્રારંભ થતા નસવાડી ના શિવાલયો ઑમ નમઃ શિવાયના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.

Chhota Udaipur

રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી

        છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માં આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે જીવનને શિવમય બનાવી ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે જ શ્રાવણ માસ ભોલેનાથ ની પૂજા અર્ચના અને આરાધના કરી રીઝવવા ભક્તો માં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. જળ,દૂધ,બીલીપત્રો ના અભિષેક થી પૂજા અર્ચના કરી મંત્રજાપ માટે ભક્તો જિલ્લાના શિવાલયો માં કતારો લગાવી હરહર મહાદેવ અને ઓમ નમઃ શિવાય ના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.
     એમતો શ્રાવણ માસ નો દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ શ્રાવણ મહિના ના સોમવાર નો અનેરો મહિમા હોઈ છે. ત્યારે આ વર્ષે પાંચ સોમવાર હોવાથી એમાં પણ આજે પહેલો સોમવાર હોવાથી મંદિરો માં ભક્તો નું ઘોડાપુર જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *