રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલના ગોધરા લુણાવાડા હાઇવે માર્ગ ઉપર આવેલા પ્રાચીન મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે મંદિરનું પરિસર હર હર મહાદેવના નાંદથી વહેલી સવારથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ખાતે આવતા ભક્તો દેવાધિદેવ મરડેશ્વર મહાદેવ ને બિલી પત્ર ,દૂધ , જળ અભિષેક કરવા સાથે શીશ ઝુકાવીને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિર ખાતે સ્થાનિક જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પણ દર્શનાથે ભાવિક ભક્તો આવ્યા હતા. જ્યારે જિલ્લામાં આવેલા શિવાલયો પણ શ્રાવણ માસ શરૂ થતાની સાથે હર હર મહાદેવ નાંદથી ગુંજી ઉઠયા હતા…..