રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલના પૌરાણિક મરડેશ્વર મહાદેવ નું મંદિર મહાદેવ ના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસની શરૂઆતમાં ગઈકાલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેમની પત્નીએ બ્રાહ્મણોના વૈદિક મંત્રચાર સાથે દૂધ , જળઅભિષેક કરી મરડેશ્વર મહાદેવ ની પૂજા-અર્ચના કરી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને તેમની પત્ની તેમજ જીગ્નેશભાઈ પાઠક , મગનભાઈ પટેલિયા સહિત મહાદેવ ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે મંદિર ખાતે સવા લાખ માટીના પાર્થેશ્વર શિવલિંગ બનાવીને ભુ દેવોના વેદિક મંત્રોચ્ચાર સાથે શ્રાવણ માસ દરમિયાન પૂજા-અર્ચન કરી છે. મંદિરનુ પરિસર અમાસના દિવસથી જ હર હર મહાદેવના નાંદથી ગુંજી ઉઠ્યું હતું.