સામાન્ય રીતે સંતાનોના નામની પાછળ પિતાની અટક કે નામ લખવામાં આવતી હોય છે. એવામાં દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકનમાં કહ્યું છે કે સંતાન ઇચ્છે તો પોતાના માતાની અટક કે નામ પોતાની પાછળ લગાવી શકે છે. સંતાનોને તેનો પણ અિધકાર મળેલો જ છે.
એક પિતાએ દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને માગણી કરી હતી કે મારી પુત્રીને આદેશ આપવામાં આવે કે તેના નામની પાછળ માત્ર મારા નામનો જ ઉપયોગ કરવામાં આવે નહીં કે તેની માતાના નામનો.જો પુત્રી પોતાની માતાનું નામ પોતાની પાછળ લગાવતી હોય કે ડોક્યુમેન્ટ્સમાં માતાના નામનો ઉપયોગ કરતી હોય તો તેમાં વાંધો શું છે? દલિલો વખતે પિતાના વકીલે દાવો કર્યો હતો કે યુવતી સગીર વયની છે. તેથી તેને ખ્યાલ નથી કે શું ખોટુ કરી રહી છે. જોકે કોર્ટે આ દલિલોને પણ ફગાવી દીધી હતી. અને સ્કૂલમાં જઇને નામ બદલવાની છુટ આપી હતી. દિલ્હી હાઇકોર્ટે પિતાની અરજીને ફગાવી દીધી હતી અને કોઇ જ આદેશ આપવાની ના પાડી દીધી હતી. ન્યાયાધીશ રેખા પાલ્લીએ કહ્યું હતું કે પુત્રી પર પિતાની માલિકી નથી કે તે આવા આદેશની માગણી કરી શકે.