રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન અગાઉથી જ ગ્રામ સભામાં નકકી કરેલ હોય પરતું સરકાર દ્વારા હાલ મડેલ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિલેજ ડેવલોપમેન્ટના પ્લાન અગાઉથી જ ગ્રામસભામાં નક્કી થયા મુજબ કામોના હોય તે મુજબ બનાવવામાં આવે છે આ બાબતે સરકાર દ્વારા મળેલ સુચનાઓ મુજબ અગાઉ મંજુર કરેલ પ્લાન રદ કરી નવેસર થી તૈયાર કરી પીવાના પાણીના પ્રશ્નો ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તથા કોરોનાના સંક્રમણનથી બચાવવા અંગે નાણાકીય ખર્ચ કરવા જણાવેલ છે.
આ બાબતોને લઈને કરવાના થતા કામો જેવા કે પાણીની સુવિધા માટે સરકારના પાણી પુરવઠા વિભાગ તથા વાસ્મો સાંસદ સભ્ય ધારાસભ્યની ગ્રાન્ટ, આયોજનના કામો ટ્રાયબલના કામો,વગેરે ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. જેથી ગ્રામ પંચાયત લેવલના કામો માટે જે 14 મું નાણાપંચ તેમજ 15 માં નાણાપંચના ગ્રામ પંચાયત કક્ષાએથી જરૂરી જે કામો હાથ ધરવાના થતાં હોય તેને જ મંજૂરી આપવા વિનંતી છે પાણીના કામો અને આરોગ્યલક્ષી કામો સરકાર જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે. જેથી ગ્રામ પંચાયતો મારફતે થતા 14 મા નાણાપંચ મા વિકાસ કામોની કાર્યવાહી થતી હતી તે ગાઈડલાઈન મુજબ જ 15 માં નાણાપંચના કામો થાય એવી અમારી જિલ્લાના તમામ સરપંચોએ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી સરપંચ પરિષદના નમૅદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા.નાંદોદ પ્રમુખ ગોવિંદભાઈ,તિલકવાડા પ્રમુખ અરૂણભાઈ,સાગબારા પ્રમુખ સુરેન્દ્રભાઈ,ગરૂડેશ્ર્વર પ્રમુખ શિતલબેન,તેમજ સરપંચ શ્રીઓ ભેગા મડીને આવેદન આપી રજૂઆત કરી હતી