રિપોર્ટર: વિમલ પંચાલ, નસવાડી
આ તાલુકા કક્ષાનો કાર્યક્રમ નસવાડી ના તણખલા ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય અતિથિ એમ.એલ.એ.અભેસિંહ તડવી ,નસવાડી તાલુકા બીજેપી પ્રમુખ ડી.એફ.પરમાર તથા નસવાડી તાલુકા ના કોસાધ્યક્ષ બબલુભાઈ જયશવાલ તેમજ બીજેપી ના કાર્યકરો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં આજરોજ થી ભાજપ સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના હેઠળ નસવાડી તાલુકા ના 89 ગામો માં દિવસે પણ વીજળી ખેતી માટે પુરી પાડવામાં આવશે. જ્યારે કિસાન સૂર્યોદય હેઠળ નસવાડી તાલુકાના અનેક ખેડૂત મિત્રો ને ખેતી ને લગતા સાધનો નું વિતરણ તેમજ અન્ય સહાય આપવામાં આવી હતી.