રિપોર્ટર : પ્રિતેશ દરજી પંચમહાલ….
ઉમ્મીદ ગ્રુપ શહેરા દ્વારા અલ અમીન પ્રાથમિક શાળા ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ નું આયોજન રેડકોર્સ ગોધરા ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ વાર ઉમ્મીદ ગ્રુપ ના યુવાનો દ્વારા આ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં 65 જેટલા ઘાંચી સમાજ ના રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. અને કોઈ પણ ધર્મ કે જાતિ ના વ્યકિત ને જ્યારે પણ રક્ત ની જરૂરિયાત પડે ત્યારે આ રક્ત નો ઉપયોગ થઈ શકે તેવા શુભ આશય થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ને સફળ બનાવવા ઉમ્મીદ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ રકતદાન કેમ્પમાં 65 જેટલા રક્તદાતા ઓ એ રકતદાન કરેલ હતુ. કોરોના ની જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતા હોય ત્યારે રક્તદાતા હોય આ કેમ્પમાં ઉત્સાહપૂર્વક રક્તદાન કરતા કેમ્પ ને સફળતા મળી હતી.