સફળ પાંચ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકારે મંગળવારે અન્નોત્સવ દિવસ નિમિત્તે કાર્યક્રમ આયોજિત કર્યા હતાં ,જેમાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતા.

Latest

જેમાં ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત અનાજ અપાયુ હતું . જોકે, અમદાવાદમાં તો શાહીબાગ સરકારી શાળામાં એવી અવ્યવસ્થા સર્જાઇ કે, લાભાર્થીઓ ધક્કે ચઢયા હતાં. એટલુ જ નહી, શાળામાં લાભાર્થીઓની સંખ્યા વધી જતા શાળાના દરવાજા બંધ કરી દેવાયા હતાં.

અન્નોત્સવ દિવસે અન્ન પુરવઠા વિભાગ યોગ્ય આયોજન જ કરી શક્યુ નહીં.પરિણામે ગરીબ લાભાર્થીઓને હેરાનગતિનો ભોગ બનવુ પડયુ હતું. અમદાવાદમાં શાહીબાગ સ્થિત સરકારી શાળામાં લાભાર્થીઓને મફત અનાજ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. પણ નિયત સંખ્યા કરતા વધુ લાભાર્થીઓની સંખ્યાને કારણે અવ્યવસ્થા સર્જાય હતી .

કેટલાંય લાભાર્થીઓને શાળાની બહાર કલાકો સુધી ઉભા રહેવા મજબુર થવુ પડયુ હતું. શાળાના પ્રાંગણમાં લાભાર્થીઓને બેસવાની જગ્યા જ ન હતી જેથી લાભાર્થીઓને શાળાની બહાર ઉભા રહેવુ પડયુ હતું. તેમજ પોલીસે શાળાના દરવાજા જ બંધ કરી દીધા હતાં.

લાભાર્થીઓને જે કમળ છાપ થેલીઓમાં અનાજ અપાયુ તે તદ્દન તકલાદી હતી કેમકે, અનાજના વજનથી થેલીઓ ફાટી ગઇ હતી. આ કારણોસર રેશનની દુકાનદારોએ લાભાર્થીઓ માટે થેલીઓની વ્યવસ્થા કરવી પડી હતી. આ ઉપરાંત અમુક દુકાનો પર અનાજનો જથ્થો સ્થળ પર પહોંચી શક્યો ન હતો. આમ અન્નોત્સવ નિમિત્તે યોગ્ય આયોજનનો અભાવ જોવા મળ્યો હતો પરિણામે લાભાર્થીઓની દશા કફોડી બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *