આ વર્ષે માસ પ્રમોશનથી 100 ટકા પરિણામ આવતાં કોલેજોમાં ગત વર્ષ કરતાં 17 હજારથી વઘુ વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવાની શકયતાઓ દેખાઇ રહી છે. જેને લઇને કોલેજોમાં એક કલાસરૂમમાં 130 બેઠકો ની વ્યવસ્થા વધારીને 180 બેઠકો કરીને પ્રવશેનો પ્રશ્ન યુનિ. હલ કરશે.શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સીટી સંલગ્ન પંચમહાલ, દાહોદ,મહિસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્યમાં કોમર્સ અને આર્ટસની કુલ 48 કોલેજો આવેલી છે. જો કોલેજો નવા કલાસરૂમની મંજુરી માંગશે તો યુનિવર્સિટી તાત્કાલિક નવા વર્ગોની મંજુરી આપીને એક પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહી જાય તેવી સગવડ યુનિવર્સીટીએ કરી છે
જયારે યુનિ.એ નવી 10 કોલેજોને મંજુરી આપી દેતાં ધોરણ 12 ના 100 ટકા પરીણામથી 5 જિલ્લાની કોલેજોમાં વિદ્યાર્થીઓને કોમર્સ અને આર્ટસમાં પ્રવેશ આપીને શૈક્ષણીક વર્ષ બગડે નહીં તેમ શ્રી ગોવિદ ગુરૂ યુનિવર્સીટીના કુલપતિ પ્રતાપસિંહ ચાૈહાણ જણાવી રહ્યા છે.શ્રી ગોવીંદગુરૂ યુનિવર્સીટીની સંલગ્ન આવેલી 5 જિલ્લાની કોલેજોમાં કોમર્સ કરતાં આર્ટસની બેઠકો વધારે છે. 5 જિલ્લાની કોલેજોમાં આર્ટસના 125 કલાસરૂમ આવેલા છે. અને કોમર્સના 24 કલાસરૂમ છે. આર્ટસ અને કોમર્સના કલાસરૂમમાં ગત વર્ષે 19 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ આપ્યો હતો.આ વર્ષે આશરે 36 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે તો એક કલાસરૂમમાં બેઠકોની સંખ્યા વધારીને પ્રવેશ અપાશે
.