રાજકોટ કાલાવડ રોડ પર મેટોડા GIDC નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાં પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજના વિર્દ્યાર્થિઓ હતા. અને 1 ડ્રાઈવરનું મોત થયું હતું. મૃતક નિશાંત દાવડા,આદર્શ ગોસ્વામી અને ધ્રાંગધરિયા ફોરમ ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વિઝિટમાં ગયા હતા. આ ઉપરાંત બસમાં બેઠેલા કાલાવડના બે મુસાફરોને પણ ઇજા પહોંચી હતી.
આ ઘટનામાં કારમાં બેઠેલા પાંચ પૈકી આદર્શ ગોસ્વામી, નિશાંત દાવડાના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે ફોરમ ધ્રાંગધરીયા, સીમરન ગીલાણી અને કૃપાલી ચેતનભાઇ ગજ્જરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ફોરમનો નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો. મૃતકોમાં નિશાંત અને આદર્શ તથા ફોરમ રાજકોટના જ વતની હતાં. ઘાયલોમાં સીમરન રાજકોટની તથા કૃપાલી ભાવનગરની છે. રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર મેટોડા GIDC નજીક બપોરના 1 વાગ્યા આસપાસ કાર ચાલક અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડ ડિવાઇડર ઠેંકી રોંગ સાઇડમાં કૂદી જતા રાજકોટથી કાલાવડ તરફ જઇ રહેલી ST બસ સાથે ધડાકાભેર અથડાતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. જેમાં ST બસ અને મોટર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં 1 કુલ 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. કારણ કે ST બસ અને કાર વચ્ચે અકસ્માત થતા કાર બસની આગળના ભાગમાં અંદર ઘુસી ગઇ હતી. જેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી. અને જેસીબી મદદથી કારને બસ નીચેથી બહાર કાઢી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા