લોકડાઉન ના કારણે અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખેડુતો ખુબ જ હાલાકી નો સામનો કરી રહ્યા છે.

Amreli Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

હાલ સમગ્ર દેશ માં કોરોના વાયરસ નો હાહાકાર છે. અને સમગ્ર ભારત માં લોકડાઉન છે દેશ ની જનતા લોકડાઉન નું યોગ્ય પાલન પણ કરી રહી છે. અને ક્યાક લોકો માં ચિંતા પણ જોવા મળી છે. જગત નો તાત ખેડુતો હાલ ચિંતા માં છે કારણ કે પોતાના ખેતરો માં વાવેલ પાક હાલ તૈયાર થય ગયો છે. અને હાલ યાર્ડ માં પણ ખરીદી થતી નથી અને ખરીદી થાય તો પુરતા ભાવ મળતા નથી તેથી ખેડુતો ચિંતા માં આવી ગયા છે.દેશ અને દુનિયા માં કોરોના નો કહેર છે. અને અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ના ખેડુતો માં ચિંતા નું મોજુ ફળી વળ્યું છે કારણ કે એક બાજુ વાવણી નજીક આવી ગય છે. અને બિયારણ પણ મળતું નથી તો બીજી બાજુ ખેડુતો ના ઘરો માં કપાસ, મગફળી, ડુંગળી જેવા પાકો પાકી ને પડીયા છે અને લોકડાઉન ના ૫૦ દિવસ થયા છતાં હજુ ખેડુતો વેચાણ કરી શક્યા નથી આના કારણે ખેડુતો ને દેવા માં ડુબવાની ભીતી ચતાવી રહી છે. આ બાબતે જ્યારે બાબરા તાલુકા ના કુંવરગઢ ગામના ખેડુત આગેવાનો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે હાલ ખેડુતો ની હાલત ખુબજ ખરાબ છે અને સરકાર ખેડુતો સામે જોવે તે ખુબ જરુરી છે. જો ખેડુતો ના પાકો નું વેચાણ પુરતા ભાવે નહી થાય તો ખેડુતો દેવામાં ડુબવા લાગશે

વધુ માં ખેડુતોએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબે જે પેકેજ ની જે જાહેરાત કરી છે તે માત્ર ઉદ્યોગો માટે છે આમા ખેડુતો ને કોઈ લાભ નથી માટે સરકારે ખેડુતો ના હિત મા પણ જાહેરાત કરી ખુબ જ જરુરી છે. તેવી માગ કુંવરગઢ ગામના ખેડુતો એ કરી છે. વધુ માં જાણાવેલ છે કે જો ખેડુતો ના પાક નો પુરતો ભાવ નહી મળે તો ખેડુતો ની આત્મહત્યા ના બનાવો પણ વધુ બનવા લાગશે માટે સરકારે વહેલી તકે ખેડુતો ના હિત માં યોગ્ય જાહેરાત કરવા માગ કરી છે. અને ખેડુતો ને દેવામા ડુબતા બચાવવા વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *