રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
આજ રોજ તા.1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનનાં પાંચ વર્ષ’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાનો ‘જ્ઞાન શક્તિ દિવસ’ કાર્યક્રમ ઘોઘંબા તાલુકાના ભીલોડ પ્રાથમિક શાળા ખાતે કાલોલ ધારાસભ્ય સુમનબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.
આ નિમિત્તે જિલ્લામાં યોજાનાર અન્ય કાર્યક્રમોમાં ઘોધંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી, ગોધરા તાલુકાના ખજૂરી ખાતે ધારાસભ્ય સી.કે.રાઉલજી તેમજ મોરવા હડફના સલિયા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમોમાં જિલ્લાની 19 શાળાના 95 વર્ગખંડો, 02 હોસ્પિટલ બિલ્ડિંગ, 126 જ્ઞાનકુંજ પ્રોજેક્ટના કુલ 388 વર્ગખંડો, 03 શાળાઓમાં આઈસીટી કોમ્પ્યુટર લેબ એમ કુલ મળી 1980.72 લાખના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ/ખાતમુહુર્ત કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ આ કાર્યક્રમના સ્થળોએ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ,ઘોઘબા તાલુકા પંચાયત પ્રમુખ રંગેશ્વરીબેન,જીલ્લા કક્ષાના અધિકારીઓ,તાલુકા કક્ષાના અધિકારીઓ,જયપાલસિંહ રાઠોડ,સરપંચો,શિક્ષક મિત્રો, શાળાનાં નાનાં-નાનાં બાળકો સહિત આંગણવાડીની બહેનો પણ હાજર રહી હતી.અને કાર્યક્રમનાં અંતે ભિલોડ પ્રાથમિક શાળાના પટાગણમાં વૃક્ષોરોપણ પણ કરવામાં આવ્યું હતું.