કેશોદના હરસુખભાઈ ડોબરીયાની પક્ષીઓ પ્રત્યે અનોખી મિત્રતા.

Junagadh

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

પોતાના ઘરે પક્ષીઓ માટે અનોખુ આધુનિક ચણ માટે પાંજરૂ બનાવ્યું છે. ચોમાસામાં બે હજારથી વધુ પક્ષીઓ ચણ ચણવા આવે છે. જેમાં મોટાભાગના પોપટ આવે છે. હરસુખભાઈનું આખુ પરિવાર પક્ષીઓ પ્રત્યે અનહદ લાગણી ધરાવે છે.

આજે ફ્રેન્ડશિપ ડે છે, આજના દિવસે વ્હાલા મિત્રો એક બીજાને સુભેચ્છા આપી રહ્યા છે ત્યારે જૂનાગઢના કેશોદમાં રહેતા હરસુખભાઇ ડોબરીયા અને તેના પરિવારને પક્ષીઓ સાથે એવી દોસ્તી છે. કે તેને એક બીજા વગર ચાલતુંજ નથી.

મિત્રતા તો તમે ઘણી જોઈ હશે પરંતુ કેશોદના હરસુખભાઇ ડોબરીયા પક્ષીઓ સાથેની મિત્રતા જેવી તમે ક્યાંય નહિ જોઈ હોય, આપણે જાણીને આનંદ થશે કે હરસુખભાઇ ડોબરીયા છેલ્લા 22 વર્ષથી આ રીતે પક્ષીઓને ભોજન પૂરું પડે છે. અને પક્ષીઓ પણ નિયમત રીતે હરસુખભાઇના ઘેર પહોચી જાય છે. હરસુખભાઇ એક ખેડૂત છે. અને પોતાના ઘરેજ છત ઉપર એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં દરરોજ સવાર સાંજ બાજરીના ડૂંડા અને મગફળીના દાણા તેમજ જુવારની ચણ નાખે છે. અને એક બે બક્ષીઓ નહિ પરંતુ ત્રણ હજાર જેટલા પક્ષીઓ આવે છે, પક્ષીઓમાં સૌથી વધુ પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ કોઈ પણ પ્રકારના ભય વગર ભોજન આરોગે છે. અને પછી પોતાના માળામાં ચાલ્યા જાય છે.

કેશોદના આ હરસુખભાઇ ડોબરીયાનો પરિવાર પણ પક્ષી પ્રેમી છે. પક્ષીઓનો પ્રેમ અને લાગણી એટલી છે. કે સવારના વહેલા પાંચ વાગ્યે ઘરના સભ્યો ઉઠી જાય છે. અને સૌ પહેલા પક્ષીના ભોજનની વ્યવસ્થામાં લાગી જાય છે. હરસુખભાઇ પક્ષીઓ માટે પહેલેથીજ બાજરીના ડૂંડા ખરીદીને ગોડાઉનમાં મૂકી રાખે છે, પક્ષીઓના ચણ માટે દર વર્ષે બજેટ વધતું જાય છે, 500 રૂપિયાની ચણની ખરીદીથી શરુ કરેલ આ અભિયાનમાં આ વર્ષે એક લાખ રૂપિયાની ચણની ખરીદી કોઈપણ ફંડ ફાળા વગર કરી છે. હરસુખભાઇ ના પત્ની રમાબેન કહે છે કે અમારે તો પક્ષીઓ સાથે લાગણીના સંબંધ બંધાઈ ગયા છે. અને જ્યારેથી પક્ષીઓ અમારે ત્યાં આવવા લાગ્યા ત્યારથી અમારે ખુબજ સારું છે અને ધંધામાં ખુબજ બરકત થઇ રહી છે.

જયારે ખેતીમાં ઝેરી જંતુનાશક દવાઓના ઉપયોગને કારણે પક્ષીઓના મોત થઇ રહ્યાં છે. ત્યારે હરસુખભાઇ પક્ષીઓને જે અનાજના દાણા આપે છે. ઓર્ગેનિક ખેતરોમાં ઉગેલા ઘાન્યનીજ ખરીદી કરે છે. અને તેના માટે તે અનેક ગામના અનેક ખેતરો ખૂંદી પક્ષીઓને કોઈપણ જાતનું નુકશાન ના થાય તેની ખાસ કાળજી લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *