રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
પંચમહાલ જીલ્લાના કાંકણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓની મહિલાઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.
ગોધરા તાલૂકાના કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે ક ગામડાઓની મહિલા ઓની સુરક્ષા સમિતિની મીટીંગ પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી. તેમાં મહિલા સુરક્ષા સમિતિના સભ્યો અને મહિલાઓ હાજર રહી અને મહિલાઓ ઉપર થતા અત્યાચાર રોકવા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
તાજેતરમાં ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં મહિલા ઉપરના અત્યાચારના કિસ્સા બહાર આવતા હોય છે. જે અનુસંધાને કાંકણપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલા/ બાળકો ઉપર થતા અત્યાચાર તથા મહિલાઓ સંબંધી ગુનાઓ બાબતે જાગૃત થાય તે માટે મીટીંગ રાખવામાં આવી હતી .અને તે અંગે સમજ આપવામા આવી હતી. આ મિટિંગમાં પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તેમજ કાંકણપુર પોલીસ સ્ટેશન ના પી.આઇ નંદલાલ પ્રજાપતી તેમજ પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ તેમજ ગામના સરપંચ અને ગામની મહિલાઓ હાજર રહ્યા હતા