રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા
આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો…
ઉત્તર ગુજરાત સહિત રાજસ્થાન ના કેટલાક વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયા થી પવન સાથે ઝરમરીયો વરસાદ વરસ્યો હતો. ત્યારે માઉન્ટ આબુ માં એક વૃક્ષ ધરાશાયી થતા કેટલા વાહનો નો ભુક્કો વળી ગયો હતો જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી..
રાજસ્થાન ના એક માત્ર પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુ માં વાતાવરણ ના મિજાજ માં બદલાવ આવતા ઝરમરીયા વરસાદ સાથે ધૂમમ્સ ભર્યું વાતાવરણ ઊભું થયું છે સાથે સાથે ક્યારેક પવન ના સૂસવાટા શરૂ થતાં તોટીંગ વૃક્ષો ધરાશાયી થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં બે દિવસ અગાઉ ખજૂર નું ઝાડ વીજ વાયરો પર પડતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો તો વળી શુક્રવારે વરસાદી માહોલ વચ્ચે પોલો ગ્રાઉન્ડ નજીક એક તોટીંગ વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નજીક પાર્ક કરેલા 5 થી 6 વાહનો નો ભુક્કો વળી ગયો હતો આ વાહનો માં બે વાહન ચાલકો આરામ કરી રહ્યા હતા પરંતુ સદ નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી તે ઉપરાંત દેલવાડા તરફ જતા માર્ગ પર પણ એક વૃક્ષ પડી ગયા ના સમાચાર સાંપડ્યા છે…