રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
આ મિટિંગમાં ડીઝલના ભાવ વધારા મુદે ચર્ચા કરી ભાડામાં ત્રીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આગામી પેલી તારીખથી ભાડા વધારો અમલ કરવામાં આવશે.
કેશોદના માર્કેટીંગ યાર્ડ ખાતે ટ્રક એસોસીએશન ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતિમાં ડીઝલના ભાવ વધારા અંગે ચર્ચા વિચારણા કરવા માટે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કેશોદ તાલુકા ભરના ટ્રક ડ્રાઇવરો ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરોની ઉપસ્થિતિમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીઝલના ભાવ વધારાના કારણે ભાડામાં વધારો કરવા મીટીંગ યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે આગામી પેલી તારીખથી ત્રીસ ટકા ભાડા વધારો કરવાનો નિર્ણય કરી આગામી પેલી તારીખથી ભાડા વધારો અમલ કરવામાં આવશે. અને જીસકા માલ ઉસકા હમાલનો પણ અમલવારી કરવા સર્વાનુમતે નિર્ણય કર્યો છે જેથી આગામી પેલી તારીખથી તમામ ટ્રાન્સપોર્ટરો દ્વારા ભાડામાં ત્રીસ ટકાનો વધારો કરવામાં આવશે.