રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી
સંખેડા નજીક છુછાંપુરા ગામ પાસે વડોદરા થી છોટાઉદેપુર જતી કાલાવાડ-છોટાઉદેપુર સ્લીપર બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ત્યારે અકસ્માત માં કાર મા સવાર ચાર લોકો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્યારે અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતકને ને કાઢવામાટે જેસીબી મંગાવવું પડ્યું હતું.ત્યારે જાણવા મળ્યું હતું કે ચારેય મૃતક જન મધ્યપ્રદેશના ખાર્ગોન જિલ્લાના હોવા નું જાણવા મળ્યું હતું. અને આ બનાવ રાત્રે 2 થી 3 વાગ્યાનો હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માત ની જાણ સંખેડા પોલીસ ને થતા સંખેડા પોલીસ ઘટના સ્થળે પોહચી આગળ ની કાર્યવાહી કરી હતી.