રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
જય વિરાણી દ્વારા કેશોદ: પોરબંદર નાં પુર્વ સાંસદ, પુર્વ મંત્રી અને સોરઠનાં સાવજ નું બિરૂદ મેળવનાર ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે કેશોદ શહેરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પ નું ભવ્ય આયોજન કર્યું છે. કેશોદના પ્રાણપ્રશ્ર્નો ઉકેલવામાં હરહંમેશ તત્પર રહી સિંહફાળો આપ્યો હતો.એવાં અડીખમ નેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ને શ્રધ્ધાંજલી અર્પણ કરવાં યોજાયેલા મહારક્તદાન કેમ્પ માં વધું પ્રમાણમાં યુવાનો ને જોડવા માટે એક મીટીંગ મળી હતી. જેમાં લેઉવા પટેલ સમાજ ના પ્રમુખ પુત્ર વિવેક કોટડીયા ,ટ્રસ્ટી પ્રવીણ ભાલારા, નિરંજનભાઈ પીપલીયા,વી ડી ભાલારા, કરસનભાઈ બરવાડીયા, મથુરભાઈ સિધ્ધપરા, મહેન્દ્રભાઈ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓ બેંક નાં ડાયરેક્ટર લલીતભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેશે. કેશોદ પથંકમાં જબ્બર લોકચાહના ધરાવતાં ગૌ વા વિઠ્ઠલભાઈ રાદડિયા ની બીજી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પ માં હાજર રહી રક્તદાન કરી શ્રધ્ધાંજલી આપવા યુવાનો અને યુવતીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે