નર્મદા જિલ્લા પોલીસનો નિર્ભયા સ્કોટ ની એક પછી એક ખૂબ જ પ્રશંસનીય કામગીરી

Narmada

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

 નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક  હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક ચેતના ચૌધરી ના સલાહ સુચન પ્રમાણે કામ કરતી નિર્ભયા સ્કોટ ના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે. કે. પાઠક ના નેતૃત્વમાં ખૂબ જ પ્રશંસનીય અને ઉત્તમ કામગીરી નિર્ભયા સ્કોટ એક પછી એક કરી રહી છે. હાલમાં ડેડીયાપાડા થી એક અજાણી છોકરી મળી આવી હતી. પરંતુ તે છોકરી પોતાનું નામ અને ગામ બતાવતી ન હતી જેથી એમના ઘર સુધી પહોંચવું ખૂબ જ અઘરું હતું તે છોકરીને બે દિવસ ખૂબ જ પ્રયાસ કર્યા પરંતુ તે છોકરી કશું જ બતાવતી ન હતી. પોલીસ અધિક્ષક ની સૂચના પ્રમાણે નિર્ભયા સ્કોટ ના મનિષાબેન જગસીભાઇ માલકીયા તથા કવિતાબેન જીવનભાઈ જાની બંને બહેનો ને એ છોકરી પાસે પોતાની ઓળખાણ છુપાવીને રહેવા અને કાઉન્સિલિંગ કરવા માટે તૈયાર કર્યા નિર્ભયા સ્કોટ ના જાબાજ બહાદુર બંને બહેનો તે છોકરી પાસે સવારથી રાતના દસ વાગ્યા સુધી એના રૂમમાં છોકરી ના સાથે રહી તે છોકરીને વિશ્વાસમાં લઇ ખૂબ જ ઘનિષ્ઠ મિત્રતા બનાવી હતી

નિર્ભયા નું બંને છોકરીઓને થયું કે હવે આ છોકરી આપણા વિશ્વાસમાં છે તે પછી તે છોકરીને પૂછવાનું શરૂ કર્યું વાતો વાતોમાં તે છોકરીને સાચું નામ સરનામું આપ્યું અંદરથી નિર્ભયાની બહેનો પોતા ઇન્ચાર્જ પી.એસ.આઇ પાઠક ને જાણ કરી હતી. તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી છલવાટા ગામના સરપંચ ને દરેક વાત કરી તેમના પરિવારને તે છોકરી સોંપવામાં આવી છે

આવી ખુબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી નિર્ભયા સ્કોટ કરી પરિવાર થી વિખુટા પડેલ છોકરીને એના પરિવારથી મિલાપ કરાઈ તે બદલ છલવાટા ગામના સરપંચ તથા છોકરીનાએ નિર્ભયા સ્કોટ નો ખૂબ જ આભાર માન્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *