નર્મદા જિલ્લામાં વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ ખાસ વેક્સીનેશનની ડ્રાઇવ યોજવામાં આવી હતી.

Narmada

બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

       વૈશ્વિક કોરોના મહામારી ની ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે  કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક માત્ર અમોધ શસ્ત્ર છે. તેમાં વેપારી મંડળના પ્રમુખ   નયન ભાઈ કાપડિયા, મંત્રી રાજેન્દ્રભાઈ પટેલ શ્રીજી મેડિકલ,  દ્વારા આજોજીત કેમ્પ કરવામાં આવ્યો હતો. અને કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ, વીર અસ્ફાક ઉલ્લાખાન શાળા, રેડ ક્રોસ બ્લડ બેંક અને  સ્ટેશન રોડ શાકમાર્કટ ચાર રસ્તા સહિત જિલ્લાના કુલ-૩૦ જેટલાં વિવિધ કેન્દ્રો ખાતે ૧૮ થી વધુની  વય ધરાવતા જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ યોજાઇ હતી. ત્યારે  ૭૫૦ જેટલા  જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓએ વેક્સીનેશનની રસીનો લાભ લીધો છે.

       અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો . વિપુલ ગામિતે જણાવ્યું હતું કે સરકારની  માર્ગદર્શિકા મુજબ અને જિલ્લા કલેક્ટરની  માર્ગદર્શન  હેઠળ વેક્સિન નો કેમ્પ ગોઠવણમાં આવ્યો હતો. જિલ્લાના વેપારીઓ, વાણીજ્ય-કોમર્શીયલ એકમો અને સેવાકિય સંસ્થાના કર્મચારીઓ માટે ખાસ વેક્સીનેશન ડ્રાઇવ  યોજાવામાં આવી છે. ત્રીજી લહેર સામેના આગોતરા આયોજન સંદર્ભે પણ વેપારીઓ વેક્સીનેશનનો મહત્તમ લાભ લે જેથી કરીને તેમના વ્યવસાય પણ ચાલુ રહે.

જિલ્લાના વેપારીઓ-સેવાકિય સંસ્થાના કર્મચારીઓ ગભરાયા વિના કોરોના વેક્સીનની રસી લઇ લે. જેથી કરીને આપણે પોતે સુરક્ષિત રહીએ, પરિવાર સુરક્ષિત રહે અને સમાજને પણ સુરક્ષિત રાખી શકીએ તેમજ વેપારીભાઇઓને સમયસર વેક્સીનેશનનો લાભ લેવા અપીલ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *