પંચમહાલના જીવાદોરી સમાન પાનમડેમમાં નવાનીરની આવક થતાં ખેડૂતોમાં ખુશાલી છવાઈ હતી.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

હાલ પાનમ જળાશયમાં દર કલાકે પરવાસમાંથી 1500 ક્યુસેક નવી આવક નોંધાઇ રહી છે…
પંચમહાલ જિલ્લાના  જીવાદોરી સમાન પાનમ  જળાશયના  ઉપરવાસમાં સારો વરસાદ થવાને કારણે પાનમ ડેમમાં બપોર બાદ દર કલાકે 1500 ક્યુસેક નવા નીરની આવક નોંધાઈ રહી છે.તેની સામે ડેમમાંથી ૪૦૦ કયુસેક પાણીની જાવક થઈ રહી હતી. હાલ પાનમ ડેમની જળસપાટી ૧૨૦.૬૫ મીટર છે જ્યારે પાનમડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે. જોકે પંચમહાલ જિલ્લાના સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો જેને લઈને પાનમડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *