રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
દર મહીનાની પુનમ તથા ધાર્મિક તહેવારો નિમીતે દાતાઓના સહયોગથી ગૌશાળાની ગાયોને મહીલાઓ દ્વારા લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે.
કેશોદ તાલુકાના ચર ગામે કાંતીભાઈ ખીમાભાઈ સોજીત્રાએ દોઢેક વર્ષ પહેલાં પોતાના ઘરે લાડુ બનાવી ગૌશાળાની ગાયોને લાડુ ખવડાવવાની શરૂઆત કરી ત્યાર બાદ અન્ય મહીલાઓએ સાથ સહકાર આપતા અને ગ્રામજનોના આર્થિક યોગદાનથી દર મહીનાની પુનમે ગૌશાળાની ગાયોને લાડુ પીરસવાનું શરૂ કર્યુ જે બાબતે ગામલોકોને જાણ થતાં ગામ લોકો તરફથી પણ તન મન ધનથી સાથ સહકાર આપતા દર મહીનાની પૂનમ ઉપરાંત ધાર્મિક તહેવારો નિમીતે પણ ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવી રહયા છે. ચર ગામે રહેતા કાંતીભાઈ સોજીત્રાના ઘરે લાડુ તૈયાર કરી ગૌશાળાની ગાયોને લાડુ પીરસવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં ગ્રામજનો ઉપરાંત બહાર ગામના દાતાઓ પણ આર્થિક સહયોગી બની પુણ્યનુ કાર્ય કરી ધન્યતા અનુભવે છે.