રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
શહેરા નગરના તળાવ પાસે સમાજ સૂરક્ષા ગાંધીનગર અને એડી આઈ .આઇ. ગાંધીનગરના ઉપક્રમે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમમા તાલૂકામાથી મોટી સંખ્યામાં દિવ્યાંગો એ ભાગ લીધો હતો.આપણા સમાજમાં દિવ્યાંગો શારિરીક રીતે અસ્વસ્થ હોવાને કારણે તેઓને નોકરી કે કામધંધા માટે થોડી મૂશ્કેલી પડતી હોવા છતાં દિવ્યાંગો મનથી મકકમ હોય છે.ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો.જેમા દિવ્યાંગોને રોજગારીની તાલીમની સાથે ધંધાનૂ મેનેજમેન્ટ શિખે ત્યા સુધીનૂ માર્ગર્દશન નક્કી કરેલી તારીખના દિવસે આપવામાં આવનાર છે.આયોજકોનૂ કહેવૂ છે .કે દીવ્યાંગો તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવીને પગભર બને સાથે સન્માનપુર્વક જીવન જીવીને આત્મનિર્ભર બને તે માટે તાલીમનું આયોજન કરાયુ છે. તાલુકાના વિવિધ ગામો માથી આવેલા દિવ્યાંગો માટે જિલ્લાની સંબંધિત કચેરી પણ આગળ આવીને મળવા પાત્ર સહાય સાથે સરકારી યોજનાઓના લાભ મળે તે માટે જિલ્લાના વિવિધ તાલુકા મથક ખાતે કેમ્પનું આયોજન કરે તે અત્યંત જરૂરી છે. હાલની પરિસ્થિતિમાં દિવ્યાંગોને પોતાના હક મેળવવા માટે પણ અમુક સમયે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે. ત્યારે જિલ્લા કલેકટર પણ દિવ્યાંગોના વહારે આવે તેવી આશા આ દિવ્યાંગો રાખી રહયા છે.