પાવાગઢ મંદિરનું ચોગાન બનાવવા માટે ઉભી કરવામાં આવેલી દીવાલ આજે ધરાશાયી થઇ ગઇ હતી. આ દીવાલ છાસિયા તળાવ તરફ આવેલા ખીણ વિસ્તાર તરફ પડી હતી. નિર્જન વિસ્તાર તરફ દીવાલ હોવાથી કોઈને ઇજા કે જાનહાનિ થઇ નહોતી. દીવાલ તાજી બનાવવામાં આવી હોવાથી આવી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જોકે, દીવાલના કન્સ્ટ્રક્શનની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરમાં નવિનીકરણમાં તૈયાર કરાયેલી દીવાલનો ભાગ અચાનક ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. જોકે, દીવાલ ખીણ તરફ પડી હોવાથી જાનહાનિ ટળી ગઇ હતી.
પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાના મંદિર પરિસરનો એક ભાગ તૂટી પડતા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે, સદસનીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી અને મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી ગયુ હતું અને કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરાવી હતી. આ દુર્ઘટનાને પગલે મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી વધારી દેવામાં આવી હતી
]