પંચમહાલ જિલ્લા ના શહેરા સહિત સમગ્ર જીલ્લાભર મા ગુરૂપૂર્ણિમા ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

મહાલક્ષ્મી મંદિર ખાતે રંગ અવધૂત મહારાજ ના પાદુકા પૂજન સાથે ભક્તોએ પ્રસાદી નો લ્હાવો લીધો હતો. મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલીંન થયેલ અમરગીરીજી મહારાજ ના દર્શન કરી ભાવિક ભક્તો એ ધન્યતા અનુભવી હતી તાલુકા મા ઠેર ઠેર ગુરૂવંદના આરતી , ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા 

ભારતીય સંસ્ક્રુતિમા તહેવારોનું અનેરૂ મહત્વ છે. દરેક તહેવાર ની પાછળ કોઈ ને કોઈ મહત્વ છૂપાયેલુ હોય છે. જેમા અષાઢ સુદને પૂનમના દિવસે ઉજવતા ગુરૂપૂર્ણિમાના તહેવાર પાછળ જીવનનુ શિક્ષણ આપનાર ગુરૂ પ્રત્યે  કૂતજ્ઞતા વ્યક્ત કરી વંદન કરવાનો દિવસ છેછે ત્યારે  શહેરા સહિત સમગ્ર જીલ્લા મા ગુરૂપૂર્ણિમાની આસ્થા  ભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાવાસીઓ પોતાના ગુરૂ ના આશીર્વાદ લેવા માટે સવારથી જ ત્યા પહોંચી ગયા હતા. પૂજા અર્ચન કરી ને ગુરૂ ના આશીર્વાદ મેળવ્યા હતા.પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મલિન થયેલા અમરગીરીજી મહારાજ ના દર્શન કરવા માટે સ્થાનિક જીલ્લા સહિત બહાર થી પણ ભાવિક ભક્તો આવ્યા હતા. પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે નગર મા વર્ષો પૌરાણિક રાજ રાજેશ્વરી માઁ મહાલક્ષ્મી મંદિર ખાતે રંગ અવધૂત મહારાજ ની પાદુકા પૂજન કરવામાં આવ્યુ હતુ . આરતી અને ભજન કીર્તન સાથે મહાપ્રસાદી નો લ્હાવો  ભાવિક ભક્તો એ લીધો હતો. મંદિર ખાતે આવેલ ભાવિક ભક્તો  મહાલક્ષ્મી માતાજી ના દર્શન કરી ધન્ય ધન્ય થયા હતા તાલુકા સહિત જીલ્લા ભરમા 50થી વધુ સ્થળે ગુરૂપૂર્ણિમા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ હતી .

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *