રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદ શહેરમાં ગુજરાત રાજ્ય સરકારનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભાજપાનાં કાર્યક્રમમાં પધાર્યા હતાં. ત્યારે જુનાગઢ જિલ્લા મોબાઈલ વેલફેર એસોસિએશનનાં પ્રમુખ રાજુભાઈ બોદર દ્રારા જુનાગઢ જિલ્લામાં ધોરણ ૧ થી ૫ વધના ૩૦ શિક્ષકોની નિમણૂંક કરી ઓનલાઈન બદલી કેમ્પમાં બદલી થયેલાં શિક્ષકોને છુટાં કરવા માંગણી સાથે પત્ર આપી રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે કરોડો રૂપિયાની ફાળવણી કરી વિદ્યાર્થીઓ નાં ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છે.ત્યારે સ્થાનિક શૈક્ષણિક તંત્રની બેદરકારી અને વ્હાલાં દવલાની નિતિને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય રહ્યું છે. જુનાગઢ જીલ્લામાં સુપરન્યુમરી શિક્ષકો વધના ૩૦ ઉપરાંત નિવૃત્ત શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ પર શિક્ષકો ન મુકવા અને ઓનલાઈન બદલી કેમ્પમાં બદલી થયેલાં શિક્ષકોને છુટાં કરવામાં ન આવતાં ગ્રામ્ય વિસ્તારના પદાધિકારીઓ, વાલીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જુનાગઢ જીલ્લામાં સંખ્યાબંધ સીમ શાળાઓમાં અને ધોરણ ૧ થી ૫ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શિક્ષકોને નિમણૂંક કરવામાં આવી નથી. જેથી વગદાર કર્મચારીઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યાં વગર જ નિવૃત્ત થઈ જશે એવું ચર્ચાઈ રહ્યું છે. જુનાગઢ જિલ્લા મોબાઈલ વેલફેર એસોસિએશનનાં પ્રમુખ અને કેશોદ વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ બોદર દ્રારા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કરેલી રજૂઆત ધ્યાને લઈ તાત્કાલિત પગલાં ભરવામાં આવશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં જોવાનું રહ્યું.