રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રાજપીપલા નગરપાલિકા એ કોરોના ના સંકટ સમયે કમ્મરતોડ વેરા વધારવાનો નિર્ણય લેતા ભાજપા શાસીત નગરપાલિકા સામે પ્રજાકીય વિરોધ વધી રહયો છે ત્યારે આગામી ડિસેમ્બર મા નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પ્રજાનો વિરોધ નગરપાલિકા ના સદસ્યો ને ચૂંટણીમાં ઘેર બેસાડવાના મૂડમાં છે ત્યારે ભાજપ છાવણીમાં ચિંતા નો વિષય બન્યો છે તેથી પાણી પહેલા પાળબાંધવા ભાજપના સિનિયર નેતા અને સાંસદ મનસુખભાઈ વસાવા એ દરમ્યાનગીરી કરી સદસ્યોની બેઠક કરી મહત્વ ની ચર્ચા કરી છે .
રાજપીપળાના લાલ ટાવર વિશ્રામ ગૃહ ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ શહેર ભાજપના કાર્યકરો સાથે વેરા વધારા મુદ્દે એક બેઠક કરી હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરોએ વેરા વધારા મુદ્દે પોત પોતાના મંતવ્યો સાંસદ સમક્ષ રજુ કર્યા હતા. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ બેઠક મામલે જણાવ્યું હતું કે, ભાજપના અમુક કાર્યકરો વેરા ન વધારવાના તો અમુક કાર્યકરોએ અંશતઃ વેરો વધારવાની મારી સમક્ષ રજૂઆત કરી હતી. લોકડાઉન બાદ દરેક વૉર્ડમાં અમારા પ્રતિનિધિ જશે પ્રજાનો મત લેશે અને પ્રજાનો જે મત હશે એ અમે સરકાર સામે રજૂ કરીશું.
વેરા વધારવા જોઈએ કે નહીં એ બાબતે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, પ્રજાનો જે મત હશે એ જ મારો પણ હશે, પ્રજા જ સર્વોપરી હોય છે. હવે હાલમાં શહેરની મોટે ભાગની પ્રજા વેરા ન વધારવાના પક્ષમાં છે ત્યારે મનસુખ વસાવાના આ જવાબ પરથી એમ કહી શકાય કે તેઓ પણ વેરો ન વધારવાના પક્ષમાં હોવા જોઈએ, હવે છે કે નહીં એ તો સમય બતાવશે.
તો બીજી બાજુ રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડે જણાવ્યું હતું કે હાલમાં સરકાર રાહત પેકેજ આપતી હોય એવા સમયે તો વેરો વધવો જ જોઈએ.પાલિકાના સફાઈ કર્મીઓ અને રોજમદારોનો પગાર મોડો થાય છે એ ખરેખર યોગ્ય ન કહેવાય, પાલિકાએ કરકસર કરવાની પણ જરૂર છે.રાજપીપળા પાલિકાની આર્થિક સ્થિતિ જોતા આવતા વર્ષે 10% વેરો વધે અને એ જ યોગ્ય છે, જો ડબલ વેરો વધે તો પ્રજા આર્થિક ભીડમાં આવી જશે.તો શહેર ભાજપ મહામંત્રી અજિત પરીખે જણાવ્યું હતું કે હાલની કપરી સ્થિતિમાં વેરો વધારે એ યોગ્ય નથી.