હવામાન વિભાગની આગાહી દરમિયાન , શુક્રવાર-શનિવારે નવસારી-વલસાડ-ડાંગ, રવિવારે સુરત-નવસારી-વલસાડ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-આણંદ-છોટાઉદેપુર-નર્મદા-ડાંગ-તાપી-રાજકોટ-અમરેલી-ભાવનગર, સોમવારે નવસારી-વલસાડ-દમણ-બનાસકાંઠા-પાટણ-પોરબંદર-જૂનાગઢ-ગીર-સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જોકે અમદાવાદમાં આગામી 3 દિવસ માત્ર હળવા વરસાદની જ સંભાવના ગુજરાતમાં આજથી ચોમાસાની જમાવટ થઈ શકે છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થશે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 15 તાલુકાઓમાં વરસાદ થયો છ
. અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 34 ડીગ્રી પાર કરી ગયો હતો. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વરસાદની ગેરહાજરીને કારણે ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેને કારણે એક જ દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.3 ડીગ્રી વધીને 34.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1.8 ડીગ્રી વધીને 27.5 ડીગ્રી નોંધાયું હતું. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.
રાજ્યમાં 36.2 ડીગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યાર બાદ ગાંધીનગર- 35.5, કંડલા એરપોર્ટ- 35.4, ભાવનગર- 35.1, અમદાવાદ- 34.9, સુરેન્દ્રનગર- 34.3 અને વલ્લભ વિદ્યાનગરમાં 34.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.