રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોના સંકટમાં લોહીની જરૂર પડતાં મીત ગ્રુપના યુવાને બ્લડ બેંક પર જઈને રક્તદાન કરી દર્દીઓ જાન બચાવવા નો કિસ્સો સામે આવ્યો છે.
રાજપીપલા બ્લડબેંકમાંથી તાત્કાલિક બ્લડ માટે મિતગ્રુપ સદસ્ય પર ફોન આવતા આવા કોરોનાના કપરા સમયમાં લોકડાઉનમાં મિતગ્રુપના સાગરભાઈ વસાવાએ તાત્કાલિક દોડી આવી ઈમરજન્સીમાં બ્લડ આપી કોઈકની જિંદગી બચાવવામાં મદદ કરી હતી. જરૂરિયાતોને લોકડાઉન માં લોહી આપનારા ઓછા હોવાથી કોરોના સંકટમાં લોહી આપીને ઉત્તમ કામગીરી ને બ્લડ બેન્ક દ્વારા બિરદાવી હતી