રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
કૃષ્ણનગર વિસ્તારમાં અજગર દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે આ છ ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કર્યુ હતું ત્યારે અજગરને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તે દરમિયાન અજગરના રેસ્ક્યૂ વખતે એક દુર્લભ ઘટના સામે આવી હતી.
પ્રકૃતિ પ્રેમીઓ આ ઘટનાને ભાગ્યે જ જોવા મળતી ઘટના તરીકે વર્ણવે છે. અહીંયા જ્યારે અજગરનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેણે ગળી ગયેલો નોળિયો બહાર કાઢ્યો હતો.આ ઘટનાના દિલધડક દૃશ્યો કેમેરામાં કેદ થયા હતા આમ શેરગઢનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.
અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અને તેને વનવિભાગના નિયમો મુજબ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી.
જો કે ચોમાસાની સિઝનમાં સરીસૃપો બહાર આવી જવાના કિસ્સા જોવા મળતા હોય છે. ત્યારે આજે વાડી વિસ્તારમાં દેખાયેલા અજગરને સલામત રીતે રેસ્ક્યૂ કરીને ખસેડવામાં આવ્યો હતો.
વિપુલ દુધાતરા દ્વારા નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના અભય ભાઈને જાણ કરતા તેઓ વન વિભાગની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા.આર. એફ.ઓ ના, માર્ગદર્શન મુજબ નીરવ લશ્કરી તેમજ લાયન રેસકયુ ટીમ કેશોદના વૉલીયનટર પરમાર નેચરનીડના અભયભાઈ દ્વારા સફળ રેસકયુની કામગીરી કરી હતી. ઉચ્ચ અધિકારીની સુચના,મુજબ સાસણના,કમલેશ્વર ડેમ વિસતારમા મુકત કરવામા આવશે આશરે આઠ ફૂટ લબાઈ 35 કીલો વજન હોય તેવુ અનૂમાન છે. આ વિસતારમા ભાખરવડ ડેમ આવેલો છે .જેથી વારંવાર મગર તેમજ અજગર રહેણાક વિસ્તારમાં આવિ જતા હોય છે. લોકોમા આવા બનાવોથી ભયનો માહોલ જોવા મળ્યો હતો એક બાજૂ વન વિભાગમા સટાફની ઘટ છે.છેલ્લા એક વર્ષથી ટ્રેકરોના ઓર્ડરો રિન્યુ નથી કરવામા આવ્યા. જો સમયસર રેસકયૂ કરવામાં ના આવે તો માનવો પર હાનિ થશે. તો કોની જવાબદારી રહેશે તેવી લોકચર્ચાઓ થઈ રહી છે. ટ્રેકટરોના ઓર્ડર રિન્યુ કરવા માટે સરપંચોનુ પ્રતિનીધી મંડળ ટુંક સમયમા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે તવુ જાણવા મળ્યું છે.