રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ -ગૌરક્ષા -દુર્ગાવાહીની-માતૃશક્તિ -કેશોદ પ્રખંડ દ્વારા જલારામ મંદિર ખાતે રાહતદરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કોરોના મહામારી અને વધતી જતી મોંઘવારીમાં સામાન્ય જનતાને ફુલ નહી તો ફૂલની પાખડી રૂપે વિશ્વ હિન્દુ પરિષદ-કેશોદ પ્રખંડ મદદરૂપ થાય તેવા હેતુસર કરવામાં આવેલા અને આવી જ રીતે કેશોદના અન્ય વિસ્તારોમાં પણ નોટબુકનું વિતરણ કરવામાં આવશે. અને આ સેવાકીય કાર્યમાં જે વેપારી મિત્રોએ જાહેરાત આપી યોગદાન આપ્યું હતું .તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો.
આ સેવાકીય કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપ પ્રમુખ વિશાલ સોલંકી,તાલુકા પ્રમુખ લખનભાઈ કામરીયા તાલુકા મંત્રી મહેશભાઈ પાનસેરિયા સહીતના વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તથા બજરંગદળ પ્રમુખ રાકેશભાઈ ચુડાસમા તેમજ દુર્ગાવાહીની-માતૃશક્તિના હોદેદાર બહેનો શિવાનીબેન પંડ્યા,સીમાબેન ટીટીયા,શોભનાબેન બાલસ,વૈશાલીબેન ત્રિવેદી,મીતલબેન ગાજીપરા,અંજનાબેન પંડ્યા,દર્શનાબેન ગૌસ્વામી, નયનાબેન ચાદેગરા,નીતાબેન કોરિયા,મીનાબેન ગૌસ્વામી વગેરે એ આ કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.