પંચમહાલ જીલ્લામાં તલાટીઓના અછતના કારણે પ્રજાજનો હેરાન.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

  • પંચમહાલ જીલ્લામાં ૨૪૫ તલાટીઓથી ૫૦૧ ગ્રામ પંચાયતનો ચાલતો વહિવટ.
  • એક તલાટીના માથે ધણી ગ્રામ પંચાયતોના કામના ભારણને લઈ તલાટીઓ કામને ન્યાય આપી શકતા નથી.
  • જિલ્લાના તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતમા 2 – 3 પંચાયત વચ્ચે ફકત એક તલાટી.
    પંચમહાલના શહેરા સહિત જિલ્લામા આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે મહેકમ મુજબ તલાટી નો સ્ટાફ નહીં હોવાથી એક તલાટી કમ મંત્રી પાસે બે કે ત્રણ ગ્રામ પંચાયતનો ચાર્જ હોય છે.
    તલાટીઓની મોટી અછતના ના કારણે પ્રજાજનો ને હાલાકી ભોગવવી પડતી હોય છે. અને કેટલાક ઈન્ચાર્જ તલાટીઓ હોવાથી લોકોને કામ માટે ધરમના -ધકકા ખાવાનો વારો આવ્યો છે. જીલ્લામાં અનેક પછાત તાલુકા હોવાથી અને અંતરિયાળ ગામડાઓમાં તલાટીઓની અછતના કારણે જીલ્લાની પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવી પડી રહી હોવાનું સામે આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *